રાજકોટમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો

આવતીકાલે ઉત્તરાયણનો તહેવાર છે. જેમાં એકતરફ આકાશ રંગબેરંગી પતંગોથી છવાઇ જાય છે. પણ બીજી તરફ પતંગના આ ઉત્સવમાં અનેક દુર્ઘટનાઓ પણ સામે આવતી હોય છે અને ઇમરજન્સી કેસોમાં વધારો થાય છે. ત્યારે ઉતરાયણના તહેવારમાં અકસ્માતના વધતા બનાવોને પહોંચી વળવા સિવિલ હોસ્પિટલ તંત્ર સજ્જ બન્યું છે. જેમાં 20 બેડનો ખાસ વોર્ડ ઉભો કરાયો છે. તેમજ સ્ટાફની રજાઓ રદ્દ કરવામાં આવી છે. ઇએનટી અને ઓર્થોપેડીક વિભાગોમાં સર્જનો અને વધારાના નર્સિંગ સ્ટાફની ટીમ તૈનાત રાખવામાં આવી છે.

પ્રાપ્ત વિગત મુજબ, મકરસંક્રાતિના તહેવારમાં પતંગની દોરોથી ગળામાં ઇજા થવાના અને ધાબા ઉપરથી પડી જવાના કેસો વધુ નોંધાતા હોય છે. દર વર્ષે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 14 જાન્યુઆરીના દિવસે 30-40 જેટલા કેસો નોંધાતા હોય છે. આવા કેસો ઘણીવખત ઉપરાઉપરી આવતા થોડીવાર માટે અફરાતફરી સર્જાય છે. જેને લઈને આ વખતે અત્યારથી જ ઉત્તરાયણમાં પતંગના દોરાથી, પડી જવાથી કે વીજ શોક લાગવાથી થતી ઇજાઓમાં તુરંત સારવાર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *