જય સરદાર સ્કૂલમાં કલા સન્માન સમારોહ

જય સરદાર (વેલજીદાદા) સ્કૂલમાં રવિવાર, 12 જાન્યુઆરીના રોજ ભવ્ય કલા સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં 1500થી વધુ વાલીઓની ઉપસ્થિતિમાં વિદ્યાર્થીઓએ પોતાની કલાનું પ્રદર્શન કર્યું.

કાર્યક્રમમાં ધોરણ 6થી 12ના વિદ્યાર્થીઓએ વિવિધ વાદ્ય યંત્રો જેવા કે તબલા, પેટી, કેશિયો અને મંજીરા વગાડીને પોતાની સંગીત કલાનો પરિચય આપ્યો. વિદ્યાર્થીઓએ આરતી, ભજન, ધૂન, દુહા-છંદ અને લોકગીતોની સુંદર પ્રસ્તુતિ કરી, જેને વાલીઓએ પુષ્પવર્ષાથી વધાવી લીધી.

કાર્યક્રમનું વિશેષ આકર્ષણ શાળાના બે વિદ્યાર્થીઓનું રમૂજી કાર્ટુન અને મંકીમેન પ્રદર્શન રહ્યું. મંકીમેને સ્ટેજ, બેઠક વ્યવસ્થા અને વૃક્ષની ડાળીઓ પર અદભુત કલા પ્રદર્શન કરી સૌને મંત્રમુગ્ધ કર્યા. આ ઉપરાંત શાળાના 50 હોનહાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *