ઇશ્વરિયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી યુવકનો આપઘાત

શહેરમાં 150 ફૂટ રોડ પર રાધા રેસિડેન્સીમાં રહેતા યુવકે જામનગર રોડ પર ઇશ્વરિયા ફાટક પાસે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધો હતો. પોલીસે યુવકના આપઘાતનું કારણ જાણવા કાર્યવાહી કરી છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ઇશ્વરિયા ફાટક પાસે યુવકે ટ્રેન હેઠળ ઝંપલાવી આપઘાત કરી લીધાની જાણ થતા ગાંધીગ્રામ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી યુવકની ઓળખ મેળવવા કાર્યવાહી કરી હતી. પોલીસની તપાસમાં મૃતક 150 ફૂટ રિંગ રોડ પર રાધા રેસિડેન્સીમાં રહેતો મિલન યોગેશભાઇ તન્ના હોવાનું બહાર આવ્યું હતું. પોલીસની પૂછતાછમાં મૃતક બે ભાઇમાં નાનો અને અપરિણીત હોવાનું અને છેલ્લા એકાદ વર્ષથી ડ્રિપ્રેશનમાં રહેતો હોય અને અવારનવાર મરી જવાનું રટણ કરતો હોય જેની સારવાર પણ ચાલુ હોવાનું તેના પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *