પ્રતિબંધિત કાચ અને માંજાથી પાયેલી 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 26 પકડાયા

મકરસંક્રાંતિના તહેવાર દરમિયાન ચાઇનીઝ દોરી, તુક્કલ સાથે કાચવાળી દોરીના ઉત્પાદન, સંગ્રહ, વેચાણ, ખરીદવા અને વાપરવા પર પ્રતિબંધ ફરમાવતું રાજકોટ પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું, પરંતુ જાહેરનામાની ઐસીતૈસી કરી દોરી બનાવતા અને વેચાણ કરતા હોવાની માહિતીને આધારે શહેરભરની પોલીસે દરોડા પાડ્યા હતા જેમા કાચથી પાયેલી દોરીનું ઉત્પાદન કરતા અને ચાઇનીઝ દોરી સહીત 89 ફીરકી અને 250 તુક્કલ સાથે 26 શખ્સ સામે ગુના નોંધી તેની ધરપકડ કરી હતી.

પોલીસે ઠેર-ઠેર દરોડા પાડ્યા હતા જેમાં 3 ફીરકી સાથે રાહુલ બિપીનભાઇ બાટવિયા, ચાર ફીરકી અને હાનિકારક માંજાના જથ્થા સાથે સતિષ વાઘેલા, રાજુ પટ્ટણીને કાચમાં પાયેલી ચાર રીલ સાથે, 5 ફીરકી, વિજય પટ્ટણીને 6 ફીરકી, કેતન કિશોરભાઇ બોરીચાને 2 ફીરકી, અાફતાબ સવાણ પાસેથી 6 ફીરકી, રાજેશ સાકરિયા પાસેથી 5 ફીરકી, કાળુ અરજણભાઇ મારૂને 5 ફીરકી, રવિ જેન્તીભાઇ પટ્ટણી પાસેથી 5 ફીરકી, કાચ વડે દોરી બનાવતો દીપક મનોજભાઇ રાઠોડ, શૈલેષ વશરામભાઇ વાડોલિયા પાસેથી 4 ફીરકી, 3 ફીરકી સાથે મહમદ યુનુશભાઇ ખલીફા અને 2 ફીરકી સાથે સલમાન મહમદભાઇ મન્સુરી, ચાઇનીઝ દોરીની 3 ફીરકી સાથે રોહિત ભીખાભાઇ સાકરિયા, સદર બજારમાં હાનિકારક દોરી બનાવતો રાજેશ રામઅવતાર ગૌતમ અને અનવરઅલી કેસરઅલી, નિલેશ જીતેન્દ્રભાઇ બુંદેલા અને સાગર નાગજીભાઇ ધુરકા, 8 ફીરકી સાથે વીરચંદ લલુભાઇ પટ્ટણી, 1 ફીરકી સાથે મહેશ ચમનભાઇ પટ્ટણી, 1 ફીરકી સાથે મુસ્તુફા હનીફભાઇ મામટી, 13 ફીરકી સાથે હિતેષ નરશીભાઇ શરેસિયા, 5 ફીરકી સાથે પ્રકાશ દાનાભાઇ લોલાડિયા, સુરેશ મફાભાઇ પટ્ટણી પાસેથી 5 ફીરકી કબજે કરી ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *