સીતારામ વિજય પટેલ ડેરી ફાર્મ અને વોલ્ગા ઘી ડેપોના ગાય-ભેંસના ઘીના નમૂના ફેઇલ

રાજકોટ શહેરમાં ડુપ્લિકેટ પનીર પકડાયા બાદ મહાનગરપાલિકાએ થોડા દિવસો પૂર્વે વાણિયાવાડીમાં ગાયત્રીનગર શેરી નં.4/10ના ખૂણે આવેલી સીતારામ વિજય પટેલ આઇસ્ક્રિમ એન્ડ ડેરીફાર્મમાંથી ગાયના શુધ્ધ ઘીના તથા કૃષ્ણનગર મેઇન રોડ પર આવેલા વોલ્ગા ઘી ડેપોમાંથી ભેંસના શુદ્ધ ઘીના નમૂના લીધા હતા. આ બન્ને સેમ્પલ લેબોરેટરીમાં પરીક્ષણ દરમિયાન ફેઇલ જાહેર થયા છે.

રાજકોટ મહાનગરપાલિકાના ફૂડ વિભાગ દ્વારા ‘સીતારામ વિજય પટેલ આઇસ્ક્રીમ & ડેરી ફાર્મ’માંથી ‘ગાયનું શુદ્ધ ઘી (લુઝ)’નો નમૂનો લીધા બાદ તપાસ માટે ફૂડ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. આ સેમ્પલની તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં ‘Non-Permitted Oil Soluble Yellow Coloured Dye’ તથા ‘ફોરેન ફેટ (વેજિટેબલ ફેટ) અને તીલ ઓઇલ’ની હાજરી મળી આવતા નમૂનો ‘અનસેફ ફૂડ’ તથા ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે પ્રોસિક્યુકેશન કાર્યવાહી કરવામાં આવશે. તેવી જ રીતે ફૂડ વિભાગ દ્વારા ‘વોલ્ગા ઘી ડીપો’માંથી ‘ભેંસનું શુદ્ધ ધી (લુઝ)’નો નમૂનો લેવામાં આવ્યો હતો જેની તપાસ બાદ પૃથક્કરણ રિપોર્ટમાં ‘ફોરેન ફેટ (વેજિટેબલ ફેટ) અને તીલ ઓઇલ’ ની હાજરી મળી આવતા નમૂનો ‘સબસ્ટાન્ડર્ડ’ (ફેઇલ) જાહેર થયેલ છે. જે અંગે એજ્યુડિકેશન કાર્યવાહી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *