શહેરમાં જુમા મસ્જિદ પાસે મુકરબા શેરીમાં રહેતી મહિલાના રાણાવાવ રહેતા યુવક સાથે ચાર વર્ષ પહેલા લગ્ન થયા હતા બાદમાં તેને સંતાન થયા બાદ તેના પતિ તેના પર શંકાઓ કરતા હોય અને ઝઘડાઓ કરી મારકૂટ કરતા હોય અને સાસરિયા ત્રાસ આપતા હોય જેથી અગાઉ પણ પોલીસમાં ફરિયાદ કરી હતી. બાદમાં સમાધાન થઇ જતા પતિ સાથે રહેતી હોય અને પતિને આફ્રિકા નોકરી મળતા તે ગયા હતા અને તેને પિયર રહેવાનું કહી થોડા દિવસ બાદ ત્યા બોલાવવાનું કહ્યું હતું. પત્નીએ ફોન કરતા તેને હવે તારી જરૂરત નથી અને હું તને તલાક આપું છું, કહી વોટ્સએપમાં મેસેજ કરી ત્રણ વાર તલાક બોલી તલાક આપી દેતા પતિ સામે ફરિયાદ કરતા મહિલા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટમાં જુમ્મા મસ્જિદ પાસે રહેતા રેશ્માબેન શબ્બીરભાઇ પટેલ એ તેના પતિ શબ્બીર હારૂનભાઇ પટેલ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેના લગ્ન ચાર વર્ષ પહેલા રાણાવાવ રહેતા શબ્બીર સાથે થયા હતા. લગ્ન દરમિયાન તેને એક બે વર્ષનો પુત્ર હોવાનું જણાવ્યું હતું. લગ્નને થોડા સમય બાદ સારી રીતે રાખ્યા બાદ મારા પતિ ખોટી શંકાઓ કરતા હતા અને અવારનવાર મારકૂટ કરતા હોય મારા ગર્ભવતી હોવાની વાત પતિને કહેતા તેને આપણે બાળક નથી જોઇતું, હું તારા માટે ગર્ભપાતની દવા લઇ આવું તેમ કહેતા તેને ના પાડતા મારકૂટ કરી હતી.
તેમજ મારા નંણદ રીસામણે હોય તે અને મારા સાસુ કામ બાબતે મારી સાથે ઝઘડો કરતા અને મારા પતિને ચડામણી કરતા હોય અને મારા જેઠ પણ મારી સાથે ઝઘડો કરતા હોય મને ઘરમાંથી કાઢી મુકી હતી જેથી તેને પોલીસમાં અગાઉ પણ ફરિયાદ કરી હતી.