ગુરુબ્રહ્મ સમાજની દીકરીના હત્યારાને ફાંસી આપવાની માંગ સાથે આવેદન

આટકોટ જસદણ ગુરુ બ્રહ્મ સમાજના આગેવાનોએ થોડા સમય પહેલાં કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા અંબે ધામની ગુરુ બ્રહ્મ સમાજની દીકરીની જે રીતે હત્યા કરવામાં આવી તેના આરોપીની સામે કડક હાથે કામ લેવામાં આવે અને દીકરીના પરિવાજનોને ન્યાય મળે તેમજ આરોપીને ફાંસીની સજા આપવામાં આવે તેવી માગણી કલેક્ટરને આવેદન આપીને કરી છે અને વધુમાં જણાવ્યું હતું કે આરોપીને ફાંસીની સજા તાકીદે મળે તો સમાજમાં આવા ગુના બનતા અટકે અને ગુનેગારોમાં કાયદો અને પોલીસની ધાક બેસે.

જસદણ કલેકટર કચેરી ખાતે ગુરુ બ્રહ્મ સમાજના આગેવાનો દ્વારા કલેકટરને ઉદેશીને રૂબરૂ આવેદન આપવામાં આવ્યું હતું, જેમાં જણાવાયું છે કે કચ્છ જિલ્લાના માંડવી તાલુકાના ગોધરા, અંબે ધામની ગુરુ બ્રહ્મ સમાજની દીકરી સ્વ. ગૌરીબેન તુલસીભાઈ ગરવાની વહેલી સવારે તલવાર અને ગુપ્તીના ઘા મારીને ઘાતકી હત્યા નીપજાવવામાં આવી હતી અને તેના આરોપી એવા સાગર સંધાર રહે. ગામ કોડાઈ તા માંડવી કચ્છની ધરપકડ તો કરી લેવામાં આવી છે પરંતુ હજુ કોઇ પણ તબક્કે કાનૂની પ્રક્રિયા ઢીલમાં હોવાથી આરોપીને સજા પડી નથી. આથી આ આવેદનમાં કાયદાકીય કાર્યવાહી ત્વરિત કરવામાં આવે અને આરોપીની સામે કડકમાં કડક કાર્યવાહી કરીને ફાંસીની સજા કરવામાં આવે તેમ જણાવાયું હતું. આવેદન આપવામાં વિજયભાઈ પી ધમલ, પ્રવીણભાઈ એમ ધમલ, હરિભાઈ ચૌહાણ, જસદણના ધંધુકિયા પ્રકાશભાઈ ધંધુકિયા, હરેશભાઈ જયેશભાઈ પી ધમલ વગેરે હાજર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *