રાજકોટમાં બંગાળી ભાડુઆત પાસેથી 5 લાખના 8.50 લાખ વસૂલ્યા છતાં વધુ માગતા ફરિયાદ

રાજકોટ શહેરમાં ખાખીનો ખૌફ ન રહ્યો હોય તેમ વ્યાજખોરો બેફામ બન્યા છે. વધુ એક વ્યાજખોરની પઠાણી ઉઘરાણી અંગે ફરિયાદ પોલીસમાં નોંધાઈ છે, જેમાં બંગાળી વેપારી પાસેથી 5 લાખના 8.50 લાખ મેળવી વધુ 8.50 લાખ રૂપિયા માંગી પઠાણી ઉઘરાણી કરી માર મારતાં બી. ડિવિઝન પોલીસમાં ફરીયાદ નોંધાવવામાં આવી છે. શહેરના આર્યનગર વિસ્તારમાં વ્યાજખોર મૂળજી મૂંધવાએ વેપારીને મકાન ભાડે આપ્યા બાદ 10% વ્યાજે રૂપિયા આપ્યાં હતાં. જે વ્યાજ અને મુદલ સહિત ચૂકવી દીધા છતાં દાદાગીરી કરી હતી અને તેને પુત્ર નિલેશને હવાલો આપી પેડક રોડ પર ઠાકરધણી ટી સ્ટોલ પર વેપારીને બોલાવી પઠાણી ઉઘરાણી કરી ઢોર માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

મકાન ભાડા પેટે જોઈએ છે એવી વાત કરી ભગવતીપરા યદુનંદન સોસાયટી શેરી નં.1માં રહેતાં અને મૂળ પશ્ચિમ બંગાળના વતની શેખ શરીફઅલી સાનોઅરઅલી (ઉ.વ.36)એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે મૂળજી સિંધા મૂંધવા, નિલેશ મૂળજી મૂંધવા અને ગોકલ ઉર્ફે ગોકોનું નામ આપતાં બી. ડિવિઝન પોલીસે મનીલેન્ડ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેઓ ઇમીટેશનનુ કામ કાજ આર્યનગર શેરી નં. 12માં કરે છે. ઈમીટેશના કામ માટે પોણા બે વર્ષ પહેલા મકાન ભાડે જોતુ હોય. જેથી, મકાન ભાડા પેટે અપાવવાનુ કામ કરતા મુળુનો સંપર્ક કરેલ અને તેઓએ આર્યનગર શેરી નં.12માં આવેલ મકાન બતાવેલ જે મકાન પસંદ પડતા મકાનના માલીક મુળજી મુંધવા નામના વ્યક્તિ સાથે મુલાકાત કરાવેલ જેથી તેને મકાન ભાડા પેટે જોઈએ છે તેવી વાત કરેલ હતી.

ધંધામા જરૂરીયાતના કારણે મકાનમાલિક પાસેથી ઉછીના પૈસા લીધા મકાન માલિક મુળજી મુંધવાએ રૂ.35 હજાર ભાડુ કહેલ અને બાદ રકજકના અંતે રૂ.25 હજાર ભાડુ નક્કી થયેલ હતું. બાદમાં તે મકાન ભાડે રાખી ત્યા ઇમીટેશનનુ કામ શરૂ કરેલ અને ત્યા માણસો પણ રહેવા લાગેલ હતાં. બે-ત્રણ મહિના બાદ ઇમીટેશનનુ કામ વધેલ અને મુળજીએ અગાઉ વાત કરેલ કે, તારે રૂપીયાની જરૂરત હોય તો મને કેહેજે જેથી દોઢેક વર્ષ પહેલા ધંધા માટે રૂપીયાની જરૂર પડતા મુળજી મુંધવાને વાત કરતા તેઓએ કહેલ કે, હું 10 ટકા લેખે વ્યાજે રૂપીયા આપીશ, ફરિયાદીને ધંધામા જરૂરીયાત હોય જેથી તેની પાસેથી રૂ.2 લાખ માંગેલ જેથી તેઓએ એડવાંન્સ વ્યાજ કાપી રૂ.1.80 લાખ રોકડા આપેલ હતાં.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *