સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની નિમણૂક

રાજકોટ પીડીયુ હોસ્પિટલમાં લાંબા સમયથી કોઈ ન્યુરો સર્જન ન હોવાથી મગજની બિમારી સંબધિત દર્દીઓને જરૂરી સારવાર મળતી ન હતી. ખાલી જગ્યા ભરવા બાબતે લાંબા સમયથી માંગણી થતી હતી. આ પ્રશ્ને જસદણ-વીંછિયા વિસ્તારના ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળીયાએ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ સુધી રજૂઆત કરી હતી. તાજેતરમાં રાજકોટ સિવિલ હોસ્પિટલની મુલાકાતે આવેલા આરોગ્ય મંત્રીએ પણ ખાલી જગ્યા વહેલી તકે ભરવા ખાત્રી આપી હતી.

આ પછી આજે આરોગ્ય વિભાગ દ્વારા ડો.તેજસ ચોટાઈની નિમણૂક કરવામાં આવી છે. જેને લઈને ગરીબ દર્દીઓને મગજની બિમારી માટે વિનામૂલ્યે સારવાર મળતી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *