શહેરમાં 150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસેના બ્રિજ પરથી ઝંપલાવી મનહરપુરના આધેડે આપઘાત કરી લીધો હતો બનાવને પગલે તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે.
150 ફૂટ રિંગ રોડ પર રૈયા ચોકડી પાસેના બ્રિજ પરથી ઝંપલાવી અજાણ્યા આધેડે ઝંપલાવતા તેનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. બનાવને પગલે લોકો એકઠા થઇ ગયા હતા જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના પીએસઆઇ જાડેજા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક મનહરપુર-1માં રહેતા સુરેશભાઇ ફટાણિયા હોવાનું અને મજૂરીકામ કરતા હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં સુરેશભાઇ છેલ્લા બે ત્રણ દિવસથી માનસિક બીમારી હોય સોમવારે ઘેર કોઇ ન હોય ઘરેથી નીકળી જતા તેના પરિવારે શોધખોળ કરતા તેને આ પગલું ભરી લીધાનું જાણવા મળ્યાનું પરિવારે જણાવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.