રાજકોટમાં જામશે ક્રિકેટ ફિવર

ટી-20 વર્લ્ડ કપ પછી BCCI દ્વારા ભારતની મહિલા ટીમ માટે વધુ બે ટીમો સાથે શ્રેણીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં ડિસેમ્બર 2024માં વેસ્ટ ઈન્ડિઝ સામે મેચ રમાયા બાદ નવા વર્ષના પ્રારંભે આયર્લેન્ડ સામે વનડે મેચની શ્રેણી રમાવવા જઇ રહી છે. જે તમામ 3 મેચ રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમવામાં આવશે. જેના માટે બન્ને ટિમોનું આજે 6 જાન્યુઆરીના રોજ રાજકોટમાં આગમન થનાર છે. જેને લઇ રાજકોટમાં ક્રિકેટ ફીવર જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે એક દાયકા કરતા વધુ સમયથી કાર્યરત આ સ્ટેડિયમમાં પ્રથમ વખત વિમેન્સ ટિમ ક્રિકેટ રમશે અને તેમાં ઇન્ડિયા તેમજ આયર્લેન્ડ ટીમની મહિલા ખેલાડીઓ રાજકોટની મહેમાન બનશે અને પ્રેક્ષકો માટે એન્ટ્રી ફ્રી રાખવા નિર્ણય સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન દ્વારા કરવામાં આવ્યો છે.

રાજકોટ સહીત સૌરાષ્ટ્રના ક્રિકેટ રસીકો માટે નવા વર્ષની શરૂઆતમાં જાન્યુઆરી મહિનામાં આનંદો છવાશે. રાજકોટ જામનગર રોડ પર નિરંજન શાહ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે પ્રથમ વખત વિમેન્સ ટિમ મહેમાન બની ક્રિકેટ મેચ રમશે અને મહિલા ખેલાડીઓ ચોગ્ગા છગ્ગાના વરસાદ સાથે પ્રેક્ષકોને ખુશ કરી દેશે. આગામી 10, 12 અને 15 જાન્યુઆરી 2025ના રોજ ભારતીય મહિલા ટીમ આર્યલેન્ડ મહિલા ટીમ સાથે ત્રણ વનડે મેચની સિરીઝ રમશે જે મેચની શરૂઆત સવારે 11 વાગ્યાથી થશે. ત્યારે મેચ પહેલા બન્ને ટિમોનું આગમન 6 જાન્યુઆરી 2025ના રોજ થનાર છે અને બન્ને ટીમની મહિલા ખેલાડીઓ કાલાવડ રોડ પર આવેલ સયાજી હોટલ ખાતે રોકાણ કરશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *