ધોરાજીમાં છેલ્લા થોડા સમયથી સરકારી જમીન અને ખાસ કરીને શહેરમાં આવેલી જગ્યાઓ પરના દબાણો હટાવવાની કામગીરી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
જેમાં આજે શુક્રવારે પોસ્ટ ઓફિસ રોડ, ઉપલેટા રોડ ઉપરના દબાણ દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી હતી ધોરાજીમાં પણ નવા આવેલા ડેપ્યુટી કલેક્ટર નાગાજણ તરખલા, ચીફ ઓફિસર જયમલ મોઢવાડીયા અને તેમની ટીમ તેમજ પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ધોરાજીમાં દ્વારા શહેરના દબાણ દૂર કરવાનો પ્રારંભ થયો છે જેના અનુસંધાને ધોરાજીમાં ત્રણ દરવાજા પાસેના શાકભાજીની લારીઓના દબાણો હટાવાયા છે, તેમજ જૂનાગઢ રોડ તેમજ આનંદ નગર વિસ્તારમાં વિવિધ વિસ્તારોમાં દબાણો લારી ગલ્લા તેમજ ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ત્યારે ફરી ધોરાજીના પોસ્ટ ઓફિસ રોડ ઉપલેટા રોડ વગેરે વિસ્તારોમાં જેસીબી સાથે ધોરાજી નગરપાલિકાનું તંત્ર દોડી ગયું હતું અને દબાણો હટાવીને જમીન ખુલ્લી કરાઇ હતી અને દુકાનદારોએ સબ ભૂમિ ગોપાલ કી સમજીને ખડકી દીધેલા દબાણો હટાવી દેવાયા હતા.