બાયોડીઝલનો ગેરકાયદે વેપલો કરનાર સામેની સુનાવણી પૂર્ણ

રાજકોટ જિલ્લામાં બાયોડીઝલનો અનધિકૃત વેપાર કરતાં ઝડપાયેલા ગોંડલ અને જસદણના ચાર વેપારીના કેસનું કલેક્ટર પ્રભવ જોશી દ્વારા હિયરિંગ કરવામાં આવ્યું હતું અને હવે સુનાવણી પૂર્ણ થઇ જતા ચારેય વેપારીને મોટો દંડ ફટકારાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

રાજકોટ જિલ્લામાં બાયોડીઝલનો ગેરકાયદે વેપલો વધ્યાની ફરિયાદ મળતા ગોંડલ અને જસદણ પંથકમાં રેવન્યુ વિભાગના અધિકારીઓએ મોટા પાયે દરોડા પાડી ચાર વેપારીને ઝડપી લીધા હતા અને તેમના અનધિકૃત વેપારની માયાજાળ ખુલ્લી પાડી હતી. ત્યારબાદ જિલ્લા પુરવઠા તંત્રે ચારેય વેપારીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી અને ચારેય વેપારીઓને નોટિસ પાઠવી કલેક્ટર સમક્ષ હિયરિંગમાં ઉપસ્થિત રહેવા આદેશ કરાયો હતો.

જેના અનુસંધાને ગોંડલ અને જસદણના ચારેય વેપારીઓ સામેનું હિયરિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું છે અને હવે ટૂંક સમયમાં ચુકાદો આપવામાં આવશે. જિલ્લા કલેક્ટર દ્વારા મોટો દંડ ફટકારાય તેવી શક્યતા સેવાઇ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *