વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનાર યુવકની કુહાડી ઝીંકી હત્યા

વીંછિયામાં લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરનારા યુવક પર સાત શખ્સે એક સાથે કુહાડી અને ધોકાથી હુમલો કરી ગંભીર રીતે ઇજાગ્રસ્ત કર્યો હતો. યુવક આઇશરને રીપેર કરાવી રહ્યો હતો ત્યારે આ શખ્સો અચાનક ધસી આવ્યા હતા અને ઘાતકી હુમલો કર્યો હતો જેમાં યુવકને પહેલાં વીંછિયા અને બાદમાં રાજકોટ સિવિલમાં ખસેડાયો હતો જ્યાં તેનું મોત નીપજતાં બનાવ હત્યામાં પલટાયો હતો. પોલીસે આરોપીઓ સામે ગુનો નોંધી ધરપકડની તજવીજ હાથ ધરી છે.

વીંછિયામાં ગેરકાયદે બાંધકામ અને લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજીઓ કરનારા ઘનશ્યામ રાજપરા પર પંથકના જ સાત શખ્સએ સાથે મળીને કુહાડી અને ધોકાના ઘા ઝીંક્યા હતા.મૂળ થોરિયાળીના વતની આઇસર રીપેર કરાવવા આવ્યો હતો એ સમયે આ હુમલો થયો હતો.ઘાતક હુમલાના પગલે ઘનશ્યામ લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો અને તેને તાબડતોબ વીંછિયા હોસ્પિટલ અને બાદમાં વધુ સારવારની જરૂર જણાતાં રાજકોટ રીફર કરાયો હતો જયાં રાજકોટમાં સિવિલમાં સારવાર દરમિયાન તેનું મોત થતાં મામલો હત્યામાં પલટાયો હતો.

જો કે આરોપીઓ કોણ કોણ હતા અને શા માટે હુમલો કરાયો તે કારણ જાણવા મળ્યું નથી. આરોપીઓમાં એક સિક્કો તરીકે ઓળખાતો શખ્સ હોવાનું સામે આવ્યું છે. જો કે આરોપીઓ ઝડપાયા બાદ જ સાચી હકિકત સામે આવશે તો બીજી તરફ ઘનશ્યામના પરિવારજનોએ આ સાતેય આરોપીઓની તાત્કાલિક ધરપકડ કરવામાં આવે તેવી માગણી કરી હતી. વધુ તપાસ સ્થાનિક પોલીસ ચલાવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *