રાજકોટ શહેરમાં રહેતી પરિણીતાએ ચડત ભરણ પોષણ મેળવવા માટે કોર્ટમાં કરેલી અરજી ચાલી જતા અદાલતે આરોપીને 90 દિવસની સજાનો હુકમ કરી વોરંટ ઇશ્યુ કરી બજવણી કરવા પોલીસને હુકમ કર્યો છે.
કોર્ટે માસિક 6 હજાર ચૂકવવાનો હુકમ કર્યો રાજકોટ શહેરમાં રહેતા ચાંદનીબેન નામની યુવતીના રોહિતભાઈ આઈદનભાઈ દાવેરા નામના યુવક સાથે લગ્ન થયા હતા. બાદ લગ્ન જીવનથી સંતાનમાં બે પુત્રનો જન્મ થયો હતો. બાદ દંપતિ વચ્ચે મનમેળ ન થતા પરિણીતા અને બે પુત્રએ પોતાનું જીવન નિર્વાહ ચલાવવા માટે ભરણ પોષણની અરજી કરી હતી. તે અરજી અદાલતે મંજૂર કરી પરિણીતાને માસિક 4000 અને બંને પુત્રોને 1-1 હજાર મળી માસિક 6000 ચૂકવવા હુકમ કર્યો હતો.
પતિ રોહિતભાઈ દાવેરા છેલ્લા 9 માસની ચડત ભરણપોષણની રકમ મેળવવા ફેમિલી કોર્ટમાં અરજદારના એડવોકેટ અમીત ગડારા મારફત રકમ તથા અરજી ખર્ચ સહિતની કુલ રકમ રૂ. 54 હજાર મેળવવા ફેમીલી કોર્ટમાં અરજી કરી હતી. આ કામે કોર્ટે રોહિત વિરુદ્ધ નોટિસ ઇશ્યું કર્યું હતું. જે નોટીસની બજવણી યોગ્ય રીતે થઈ ગઇ હોવાથી કોર્ટ સમક્ષ રોહિત મુદ્દતમાં હાજર ન રહેતા કોર્ટે રોહિત વિરુદ્ધ પકડ વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરેલો અને તેમ છતાં પકડ વોરંટથી ભાગેડુ ફરતો રોહિત કેસ રેકર્ડને ધ્યાને લઈ તેમજ રકમ ભરપાઈ કરતો ન હોવાથી અરજદારના એડવોકેટ અમિત ગડારાએ દલીલો કરી જેલ સજા કરવા કોર્ટને રજૂઆત કરી હતી.