કોઠારીયા રોડ પર જાહેરમાં યુવાનો પર હુમલો કરનાર પેંડા ગેંગના નવ શખ્સો સામે હત્યાના પ્રયાસની કલમનો ઉમેરો કરાયો

કોઠારીયા ગામમાં ગોકુલ પાર્ક શેરી નં.3માં રહેતાં રમેશભાઈ દેવરાજભાઇ ગજેરા (ઉ.વ 42) એ નોંધાવેલ ફરીયાદમાં પોલીસમેન ભરત ગઢવીનું મર્ડર કરનાર નામચીન રાજો જાડેજા, ચિરાગ બકાલી, ચંદ્રેશ ઉર્ફે ચાંદો ગોહેલ, મિલન બાવાજી, દિનેશ કાંચો, પિયુષ સોલંકી, મનિયો મિસ્ત્રી, છોટુ અને એક અજાણ્યા શખ્સનું નામ આપતાં ભક્તિનગર પોલીસે બીએનએસ એક્ટ 118(2),118(1), સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જે બાદ પાછળથી પોલીસ દ્વારા આરોપીઓ સામે હત્યાની કોશિશની કલમ 109નો ઉમેરો કરવામાં આવ્યો છે.

આ ઘટનામાં ભોગબનનારના પરિવારજનો દ્વારા પોલીસ આરોપીને છાવરી રહી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો અને કડક કાર્યવાહીની માંગ મીડિયા સમક્ષ કરી હતી જે બાદ હત્યાના પ્રયાસ અંગે કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે, પોલીસમેન ભરત ગઢવીનું મર્ડર કરવામાં આવ્યું તેમાં ફરિયાદીનો નાનો ભાઇ જીગ્નેશ નજરે જોનાર તાજનો સાક્ષી હોય જેણે રાજા વિરુધ્ધ કોર્ટમાં જુબાની આપી હોય જેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો જેના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *