શહેરમાં મોરબી રોડ પર વેલનાથપરા પાસે હિટ અેન્ડ રનનો બનાવ બન્યો હતો. જેમાં પગપાળા રોડ ક્રોસ કરી રહેલા વૃદ્ધને બોલેરો પિકઅપ વાને ઠોકરે લેતાં તેનું મોત નીપજ્યું હતું. બી.ડિવિઝન પોલીસે ગુનો નોંધી અકસ્માત બાદ નાસી જનાર વાહનચાલકની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
મોરબી રોડ પર વેલનાથપરામાં રહેતા ખેતુબેન બાબુભાઇ જામ (ઉ.65) તેના ઘર પાસે પગપાળા રોડ ક્રોસ કરવા જતા બેકાબૂ બોલેરો પિકઅપ વાને ઠોકરે લઇને નાસી જતા તેને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજયું હતું. બનાવને પગલે જમાદાર હિતેષભાઇ જોગડા સહિતે તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક વૃદ્ધાને સંતાનમાં ચાર પુત્રી અને ત્રણ પુત્ર હોવાનું અને કુદરતી હાજતે જવા માટે નીકળ્યા બાદ રોડ ક્રોસ કરવા જતા વાહને ઠોકરે લીધાનું પરિવારે જણાવતા પોલીસે મૃતક વૃદ્ધાના પુત્ર અકબરભાઇ બાબુભાઇ જામની ફરિયાદ પરથી બોલેરો પિકઅપ વાનના ચાલક સામે ફરિયાદ કરી હતી. પોલીસે ગુનો નોંધી આરોપીની શોધખોળ કરી હતી.