રાજકોટના ખ્રિસ્તી દેવળોમાં રોશનીનો ઝગમગાટ

પ્રેમ, કરુણા, ત્યાગ અને સેવાનો સંદેશ આપનાર ભગવાન ઈશુની જન્મજયંતિ નિમિત્તે શહેરના તમામ ચર્ચોમાં રોશનીનો ઝગમગાટ જોવા મળી રહ્યો છે અને ખ્રિસ્તી લોકોમાં પણ અનેરો ઉમંગ અને ઉત્સાહ છવાયો છે. આજે 25 ડિસેમ્બરનો દિવસ છે અને આજનો દિવસ ખ્રિસ્તી ધર્મના સ્થાપક ઇસુ ખ્રિસ્તના જન્મદિવસના અવસર પર ઉજવવામાં આવે છે. ત્યારે રાજકોટ સહિત સમગ્ર દેશ અને દુનિયામાં તેની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ડિસેમ્બર મહિનાની શરૂઆતથી થતાની સાથે જ નાતાલની ભવ્ય ઉજવણીના ભાગરૂપે ચર્ચ તેમજ ખ્રિસ્તી સમાજના લોકો પોતાના ઘરમાં તૈયારીઓ શરૂ કરી દેતા હોય છે અને ક્રિસમસના અવસરને ધામધૂમથી ઉજવવા માટે આતુર જોવા મળતા હોય છે.

રાજકોટ ઇમેક્યુલેટ કન્સેપ્શન ચર્ચના ફાધર રોજન્ડએ જણાવ્યું હતું કે, નાતાલની ઉજવણી સમગ્ર દુનિયા સાથે મળીને કરે છે. પ્રભુ ઈશુ મુક્તિદાતા સમગ્ર માનવ જાતિના છે. પ્રભુ ઈશુના જન્મના વધામણાં થયા, ત્યારે ફરિસ્તાઓએ સમગ્ર દુનિયાના મુક્તિદાતાનો જન્મ થયો છે. કોઈ વ્યક્તિ પરિવાર કે સમાજ નહિ પરંતુ સમગ્ર દુનિયાના સમગ્ર લોકો માટેના મુક્તિદાતાનો જન્મ થયો છે. જે માણસો પોતાના કર્મના કારણે કે પોતે આચરતા પાપોના કારણે ગુલામીમાં રહેતા હોય, અંધકારમાં રહેતા હોય, બંધનમાં રહેતા હોય એવા બધા લોકોને પ્રકાશ તરફ દોરી જવા, મુક્તિ અપાવવા અને પરમપિતા પાસેથી અલગ થઇ ગયેલા દરેક વ્યક્તિને મુક્તિના દ્વાર ખોલી આપવા પ્રભુ ઈશુએ માનવ રૂપ ધારણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *