ભારતની ઓપેક ખાતેથી ક્રૂડની આયાત 46% સાથે રેકોર્ડ તળિયે

ભારતે રશિયા પાસેથી સસ્તા ક્રૂડ ઓઇલની ખરીદી ચાલુ રાખતા ભારતની ઓપેક ખાતેથી આયાત ઘટીને 46 ટકા સાથે સૌથી નીચલા સ્તરે નોંધાઇ છે. એપ્રિલ 2022 દરમિયાન ભારતે ઓપેક દેશો પાસેથી 72 ટકા ક્રૂડ ઓઇલની આયાત કરી હતી. એનર્જી કાર્ગો ટ્રેકર વોર્ટેક્સા અનુસાર ભારતની ઓપેક ખાતેથી આયાતની ટકાવારી એક સમયે 90 ટકાની આસપાસ હતી પરંતુ ગત વર્ષે રશિયા-યુક્રેન યુદ્ધ બાદ રશિયાનું ક્રૂડ ઓઇલ સસ્તા દરે ઉપલબ્ધ હોવાથી ભારતે રશિયા પાસેથી સતત વધુને વધુ ક્રૂડ ઓઇલની ખરીદી કરવાનું ચાલુ રાખ્યું હતું.

રશિયા સતત સાતમાં મહિને ભારત માટે સૌથી મોટું આયાત નિકાસકાર બન્યું હતું. હવે રશિયા પાસેથી ક્રૂડની આયાત ઇરાક અને સાઉદી અરેબિયા પાસેથી સંયુક્ત ખરીદીની આંકના બમણા કરતાં પણ વધુ છે. રશિયા-યુક્રેન યુદ્ધ પહેલા ભારતનો રશિયા ખાતેથી આયાતનો હિસ્સો માત્ર 1 ટકા હતો જે ફેબ્રુઆરી 2022માં વધીને 36 ટકા પર પહોંચ્યો છે. એપ્રિલમાં ભારતે દૈનિક ધોરણે રશિયા પાસેથી 1.67 મિલિયન બેરલ્સ ક્રૂડની આયાત કરી હતી.

ઓપેકે ભારતને એપ્રિલમાં દૈનિક ધોરણે 2.1 મિલિયન બેરલ્સ ક્રૂડની નિકાસ કરી હતી. કેટલાક વર્ષો પહેલા ભારત ભાગ્યે જ રશિયા પાસેથી ઉચ્ચ નૂર દરોને કારણે ક્રૂડની ખરીદી કરી હતી પરંતુ હવે તે ડિસ્કાઉન્ટ રેટ પર મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *