ગુજરાતના કેટલાક વિસ્તારોમાં કડકડતી ઠંડી વચ્ચે લોકોએ સ્વેટરની સાથે રેઈનકોટની પણ વ્યવસ્થા કરવી પડે એવી હવામાન વિભાગે આગાહી કરી છે. 27 અને 28 ડિસેમ્બરે અલગ અલગ જિલ્લાઓમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે.
હવામાન વિભાગ દ્વારા આગામી એક સપ્તાહ માટે ગુજરાતના હવામાનની આગાહી કરવામાં આવી છે. એ મુજબ આગામી પાંચ દિવસ રાજ્યમાં શુષ્ક વાતાવરણ પ્રવર્તશે, જ્યારે છઠ્ઠા અને સાતમા દિવસે રાજ્યના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી 27 તારીખે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં વરસાદ વરસી શકે છે, જેમાં દ્વારકા, પોરબંદર, ભાવનગર, મોરબીનો સમાવેશ થાય છે.