ચોટીલાના ચિરોડા ગામે રહેતા ધનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.50) પડધરીના રંગપર ગામના પાટિયા પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બેકાબૂ કારે ઠોકરે લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવને પગલે પડધરી પોલીસે તપાસ કરતાં મૃતક આધેડ એક બહેનમાં એકના એક ભાઇ હતા અને તેને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં મૃતક ધનજીભાઇ પડધરી નજીક રંગપરના પાટિયા પાસે રેતીના પ્લાન્ટમાં મજૂરી કામ કરતા હતા. કામ પૂરું કરી ઘેર જવા નીકળ્યા હતા અને રોડ પર વાહન માટે પગપાળા રોડ ક્રોસ કરવા જતા કારની ઠોકરે ચડી ગયાનું બહાર આવતા પોલીસે કારચાલક સામે ગુનો નોંધવાની કાર્યવાહી કરી છે.
ચોટીલાના ચિરોડા ગામે રહેતા ધનજીભાઇ ઉકાભાઇ ચાવડા (ઉ.50) પડધરીના રંગપર ગામના પાટિયા પાસે પગપાળા રોડ ક્રોસ કરતા હતા ત્યારે બેકાબૂ કારે ઠોકરે લેતા તેને સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.