ટ્રાફિક પોલીસે ખાસ નાઇટ ડ્રાઈવ યોજી બે દિવસમાં 2.76 લાખનો દંડ ફટકાર્યો

છેલ્લા બે દિવસથી રાજકોટ શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા ખાસ રાત્રી ડ્રાઈવ યોજવામાં આવી રહી છે. જેમાં વાહન ચાલકોને રૂ.2.76 લાખનો દંડ ફટકારવાંમાં આવ્યો છે. પોલીસ દ્વારા છેલ્લા બે દિવસથી સતત રોજ રાત્રે 8થી 10 વાગ્યા સુધી અલગ અલગ પોઇન્ટ પર ચેકીંગ કરી કુલ 526 ચાલકો સામે દંડાત્મક કાર્યવાહી કરવામ આવી હતી. ઉલ્લેખનીય છે કે ટ્રાફિક નિયમન ઉલ્લંઘનની સાથે સાથે ખાસ રાત્રી દરમિયાન કોઈ વાહન ચાલક નશો કરેલી હાલતમાં વાહન નથી ચલાવતા તે ચકાસવા ખાસ બ્રેથ એનેલાઈઝરનો ઉપયોગ કરી 300 જેટલા વાહનચાલકોને તપાસવામાં આવ્યા હતા.

ટ્રાફિક શાખામાં ફરજ બજાવતા કોન્સ્ટેબલ જિતેશ દાફડાએ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે બાઈક નં. જીજે.03.ડીઆર.9483 ના ચાલક વિમલ શાંતિલાલ પીઠડીયાનું નામ આપતાં એ.ડિવિઝન પોલીસે ફરજમાં રૂકાવટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરીયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગઈ તા.15ના રાત્રીના સમયે તેઓ કીશાનપરા ચોક પર ટ્રાફિક PI એમ.જી.વસાવાની સાથે કીશાનપરા ચોક પર વાહન ચેકીંગ ડ્રાઇવમાં હતા તે તે દરમિયાન બાલભવનના ગેઇટ તરફથી એક ત્રણ સવારીમાં બાઈક ચાલક નીકળતા તેને રોકેલ અને તે બાઈકનું ડ્રાઇવીંગ કરતા માણસ પાસે ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઇકને જરૂરી કાગળો માંગતા તેમણે જણાવેલ કે, ડ્રાઇવીંગ લાઇસન્સ તથા બાઈકના કાગળો મારી સાથે નથી ઘરે પડેલ છે જેથી તેમને કહેલ કે, તમે તમારા મોબાઇલમાં વ્હોટસએપ માં તમારૂ ડ્રાઇવીંગ લાઇસન્સ તથા કાગળો મંગાવી આપો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *