GPSCના ફોર્મ સાથે ડિપોઝિટ ભરવી પડશે, પરીક્ષામાં હાજર રહે તો જ રિફંડ

ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા લેવાતી પરીક્ષામાં હવે ઉમેદવારે ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ ભરવી પડશે. જીપીએસસીએ તાજેતરમાં જ આ મહત્ત્વનો નિર્ણય કર્યો છે. ડિપોઝિટ જમા કરાવ્યા બાદ જો વિદ્યાર્થી પરીક્ષા આપવા માટે હાજર રહેશે તો તેને ડિપોઝિટની રકમ પરત આપવામાં આવશે.

બિન અનામત વર્ગના ઉમેદવારોએ ₹500 તો અનામત વર્ગના તમામ ઉમેદવારોએ ₹400ની ડિપોઝિટ જમા કરાવવી પડશે. છેલ્લા કેટલાક સમયથી સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરહાજર ઉમેદવારોની સંખ્યા વધુ રહે છે જેના કારણે પેપર પ્રિન્ટિંગ, સેન્ટર ગોઠવવા, સ્ટાફ રાખવા, પરીક્ષામાં રોકાયેલા સ્ટાફનું મહેનતાણું સહિતની બાબતોનો ખર્ચ ઘટાડવા અને પ્રશ્નપત્રોનો વ્યય થતો અટકાવવા માટે આ નિર્ણય કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.

GPSCની પ્રાથમિક કસોટીના સંમતિ પત્ર અને કેટલીક ભરતીઓમાં ફોર્મ ભરતી વખતે ડિપોઝિટ જમા કરાવવી પડશે. પરીક્ષા આપ્યા પછી ઉમેદવારોને ડિપોઝિટ પરત કરવામાં આવશે. ફોર્મ ભર્યા બાદ કેટલાક ઉમેદવારો પરીક્ષા ન આપતા હોવાથી GPSCએ આ નિર્ણય લીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *