શહેરમાં પોલીસની પકડ ઢીલી પડી હોય તેમ કિસાનપરામાં વાહન ચેકિંગ દરમ્યાન ટ્રિપલસવાર બાઇકચાલકને અટકાવી તેની પાસે લાઇસન્સ સહિતના કાગળો માગનાર ટ્રાફિક પોલીસને તમારે કાગળો જોતા હોય તો મારી સાથે ચાલો કહી ગાળો ભાંડી ફરજમાં રુકાવટ કરતાં પોલીસે ગાંધીગ્રામ પાસેના જીવંતિકાનગરમાં રહેતા શખ્સ સામે ફરજમાં રુકાવટ સહિતનો ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ કિસાનપરા ખાતે વાહન ચેકિંગ દરમિયાન ટ્રાફિક પોલીસ મથકના પીઆઇ વસાવા સહિતના સ્ટાફે ટ્રિપલસવાર બાઇકચાલકને અટકાવી તેની પાસે લાઇસન્સ સહિતના કાગળો માગતાં તેને કાગળો મારી સાથે ભેગા ન હોવાનું કહ્યું હતું. જેથી પોલીસે મોબાઇલમાં વોટ્સએપમાં કાગળો મગાવી આપવાનું કહ્યું હતું, પણ શખ્સે કાગળો જોવા હોય તો ચાલો મારી સાથે કહી માથાકૂટ કરી હતી.