ભિસ્તીવાડના નામચીન શખ્સે પૂર્વ પ્રેમિકાના ઘરમાં ઘૂસી પૈસાની માંગ કરી ધમકી આપી

શહેરમાં ભિસ્તીવાડમાં રહેતો અને ગુજસીટોકના ગુનામાં જેલની હવા ખાઇ ચૂકેલો નામચીન શખ્સ જેલમાંથી છૂટ્યા બાદ તેની પ્રેમિકાના ઘેર જઇએ પૈસાની માંગ કરી ઝઘડો કર્યા બાદ બીજા દિવસે ફોનમાં મારી દીકરીને મોકલી આપ અને મારા હાથ કાળા છે, લાલ કરવા જોશે તને મારી નાખીશ કહી ધમકી આપ્યાની ફરિયાદ કરતાં પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.

શહેરમાં એક વિસ્તારમાં રહેતી મહિલા અગાઉ નવેક વર્ષ પહેલાં ભિસ્તીવાડમાં રહેતા યાસીન ઓસમાણ કૈડા સાથે પ્રેમસંબંધ હોય અને રિલેશનમાં સાથે રહેતા હોય. જેમાં તેને સંતાનમાં બે પુત્ર અને એક પુત્રી છે. તેમજ અગાઉ લગ્ન કરવાની ના પાડતા યાસીન સામે પોલીસમાં ફરિયાદ કરી હતી. બાદમાં યાસીન સામે ગુજસીટોકનો ગુનો દાખલ થતા જેલમાં હતો.

દરમિયાન તા.12-12ના રોજ યાસીન જેલમાંથી બહાર આવ્યા બાદ પૂર્વ પ્રેમિકાના ઘેર જબરદસ્તી ઘૂસી મારી પુત્રી ક્યાં છે. જેથી તેને સ્કૂલે ગયાનું જણાવતા તેને અને મારે પૈસા જોઇએ છે તું મને પૈસા આપ અને હું જેલમાંથી છૂટીને આવ્યો છું મારી પાસે પૈસા નથી જેથી પ્રેમીકાએ હવે મને માફ કરી દે હેરાન ન કર જેથી મારી છોકરી સ્કૂલેથી આવે એટલે મને મળવા મોકલી આપજે કહી ચાલ્યો ગયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *