ગોંડલ બી. ડિવિઝન પોલીસનો સ્ટાફ દારૂ અને જુગારના કેસો સંદર્ભે પેટ્રોલિંગમાં હતો, દરમ્યાન રેલ્વે સ્ટેશન પાસે બગીચામાં અમુક શખ્સ જુગાર રમતા હોવાનું જાણવા મળતા દરોડો પાડી ગંજીપાના વડે જુગાર રમતા 4 આરોપીને પકડી લેવાયા હતા, 11,100ની રોકડ કબ્જે કરાઈ હતી.
આરોપી હિતેષ ઉર્ફે રામો દેવા વીસોદીયા, રહે. ગોંડલ રેલ્વે સ્ટેશન પાછળ મફતીયાપરા માટેલ પાન પાસે, નીર્મળસિંહ સિસોદીયા, રહે. ગોંડલ કપુરીયાપરા બાપાસિતારામના ઓટા પાસે, પરેશ પ્રવીણ ચાવડા ઉવ.24 રહે. ગોંડલ રેલ્વેસ્ટેશન પાસે મફતીયાપરા કોળી સમાજની વાડી પાસે, અને રાજેશ મનસુખ મકવાણા ઉવ.35 રહે. ગોંડલ રેલ્વેસ્ટેશન પાસે મફતીયાપરા કવાભાઇના ઘરની સામે)ની ધરપકડ કરી ગુનો નોંધવામાં આવ્યો હતો.