રાજકોટમાં શિયાળાની ઠંડીમાં વધારો થતાં રોગચાળો વકરી રહ્યો છે. જેમાં ડેન્ગ્યુ કાબુમાં આવ્યો તો શરદી અને ઉધરસનાં કેસોમાં વધારો થયો છે. જેમાં ચાલુ સપ્તાહે શરદી-ઉધરસનાં 1002 અને તાવનાં 750 સહિત જુદા-જુદા રોગના મળી કુલ 1905 દર્દીઓ નોંધાયા છે. જોકે ડેન્ગ્યુનાં માત્ર 5 કેસ નોંધાયા હતા. છતાં મચ્છરની ઉત્પત્તિ અટકાવવા હાલ શહેરમાં ફોગીંગ સહિતની કામગીરી વધુ ઝડપી કરવામાં આવી છે. જોકે, ખાનગી ક્લિનિકોને ધ્યાનમાં રાખીએ તો કુલ દર્દીનો આંકડો 10,000 કરતા વધુ હોવાની શક્યતા છે.
મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1905 કેસ નોંધાયા પ્રાપ્ત વિગત મુજબ છેલ્લા એકાદ સપ્તાહથી શહેરની સૌથી મોટી સિવિલ હોસ્પિટલ તેમજ મનપા સંચાલિત આરોગ્ય કેન્દ્રોમાં દર્દીઓ મોટી સંખ્યામાં ઉમટી પડતા લાંબી કતારો જોવા મળી હતી અને મનપાનાં ચોપડે વિવિધ રોગોનાં 1905 કેસ નોંધાયા હતા. જેમાં શરદી- ઉધરસનાં 1002 કેસ, ઝાડા-ઉલટીનાં 144, સામાન્ય તાવનાં 750 કેસ નોંધાયા છે. આ ઉપરાંત મચ્છરજન્ય રોગચાળામાં ડેન્ગ્યુનાં 5 કેસ નોંધાયા હતા. એટલું જ નહીં મેલેરિયા અને ચિકનગુનિયાનો 1-1 કેસ ઉપરાંત ટાઇફોઇડ તાવના 2 કેસ નોંધાયા હતા.