રાજકોટ મનપાની વેરા વસૂલાત શાખા દ્વારા રીકવરી ઝુંબેશમાં માત્ર પાંચ મિલ્કત સીલ કરવામાં આવી હતી તો એક મિલ્કતને ટાંચ જપ્તી નોટીસ અપાઇ છે. જેમાં વોર્ડ નં.8માં કાલાવડ મેઇન રોડ પર નુતનનગરમાં આવેલ નિરવ મકાનમાં નળ કનેકશન કાપતા રૂ. 99 હજારનો ચેક આવ્યો હતો. 150 ફુટ રોડ પર ઇમ્પીરીયલ હાઇટસમાં ઓફિસ અને કે.કે.વી. હોલ બાજુના શિલ્પન આર્કેડમાં સીલની કાર્યવાહી કરતા ચેક જમા થયા હતા.
ઉપરાંત વોર્ડ નં.1ના નાણાવટી ચોકના જાસલ કોમ્પ્લેક્ષ, વોર્ડ નં.7 ઢેબર રોડના બસ પોર્ટમાં પણ સીલની કાર્યવાહી કરતા વેરો જમા થયો હતો. વોર્ડ નં.3માં પરાબજાર મેઇન રોડ પર આવેલ પેઢીમાં સીલિંગની કાર્યવાહી કરતા રૂા. 9 લાખનો ચેક જમા થયો હતો. આજે રૂ. 32.81 લાખની રીકવરી સહિત વર્ષમાં 323.20 કરોડની આવક થઇ છે.