રાજકોટમાં LLB કરતા યુવાન પર હુમલો

રાજકોટ શહેરના યુનિવર્સિટી રોડ પર આવેલી ખાનગી કોલેજમાં એલએલબીનો અભ્‍યાસ કરતાં યુવાને કોલેજના ગ્રુપમાં યુ-ટયુબર ધ્રુવ રાઠીનો ધરતીના જન્‍મને લગતો વીડિયો પોસ્‍ટ કર્યો હતો. તેની આ પોસ્‍ટ પર બીજા વિદ્યાર્થીઓએ ટીપ્‍પણીઓ કરી માર મારવાની, અપહરણ કરવાની અને જાનથી મારી નાખવા અંગે ધમકી આપી હતી. આ મામલે યુનિવર્સીટી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

યુનિવર્સિટી પોલીસે મવડી ઓમનગર 40 ફુટ રોડ પર પટેલનગર-2 ખોડિયાર પાન સામે રહેતાં અને કોલેજમાં એલએલબીના પહેલા વર્ષમાં અભ્‍યાસ કરતાં વિવેક રસિકભાઇ કાલરીયા (ઉ.વ.39)ની ફરિયાદ પરથી ભરત જોષી અને યજ્ઞેશ મહેતા વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે. વિવેક કાલરીયાએ ફરિયાદમાં જણાવ્‍યું હતું કે, મારી કોલેજમાં માહિતીની આપ-લે કરવા માટે વ્‍હોટ્‍સએપમાં ‘એલએલબી કમ્‍બાઇન’ નામે ગ્રુપ બનાવેલુ હોઇ તેમાં કોલેજના બીજા વિદ્યાર્થીઓ પણ જોડાયેલા છે. આ ગ્રુપનો ઉપયોગ અમારી કોલેજના સમાચારો તથા નોલેજની જાણકારી, માહિતીની આપ-લે કરવા માટે થાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *