STની નવી વોલ્વોમાં રાજકોટથી નાથદ્વારા 12 કલાકમાં

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા રાજકોટ એસટી ડિવિઝનને વધુ 5 અત્યાધુનિક એસી વોલ્વો બસ ફાળવવામાં આવતા તેનું આજે ધારાસભ્યના હસ્તે ઉદ્ઘાટન થયું હતું. વોલ્વોની 15 આધુનિક વોલ્વો બસ હવે અમદાવાદ અને વડોદરા ઉપરાંત ભુજ અને નાથદ્વારા માટે પણ દૈનિક દોડાવવામાં આવશે. 47 સિટિંગ કેપેસિટીની આરામદાયક પુશ બેકસીટ, મોબાઈલ ચાર્જિંગ ફેસીલીટી, ફાયર સેફ્ટી માટે અધ્યતન સ્પ્રીન્કલ સિસ્ટમની સાથે સ્મોક ડિટેક્ટર અલાર્મ સહિતની સુવિધા સાથેની રૂ.1.40 કરોડની બસમાં વિમાનની માફક સુવિધા છે.

ગુજરાત રાજ્ય એસટી નિગમ દ્વારા પ્રજાને મુસાફરી દરમિયાન વધુ સુખાકારી યુક્ત પરિવહન સેવાઓ મળી રહે તે માટે સૌપ્રથમ વર્ષ 2010થી અમદાવાદ-વડોદરા વચ્ચે 10 હાઈટેક પ્રકારના પ્રીમિયમ વાહનો સંચાલનમાં મૂકવામાં આવ્યા હતા. આ સર્વિસમાં મુસાફરોનો સારો પ્રતિસાદ મળતા એસટી નિગમ દ્વારા ઉત્તરોતર વધારો કરી દિવાળી દરમિયાન 10 નવી વોલ્વો ફાળવવામાં આવી હતી. ત્યારબાદ આજે વધુ 5 વોલ્વો બસ એસટી વિભાગને મળી છે. જેમાં 3 બસ રાજકોટથી ભુજ અને 2 બસ દરરોજ રાજકોટથી નાથદ્વારા દોડાવવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *