નવાગામની સીમમાંથી દારૂ, બીયર સાથે બે ઝડપાયા

ગોંડલ ગોંડલ તાલુકાના સુલતાનપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા નવાગામની સીમ વિસ્તારમાંથી વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે બે શખ્સની ધરપકડ કરવામાં આવી હતી અને તેમની પાસેથી દારૂ તેમજ ફોન મળીને 1.26 લાખનો મુદામાલ કબજે લેવાયો છે.

છેલ્લા કેટલાક સમય થી રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં પોલીસ પ્રોહિબીશન તથા જુગારની પ્રવૃત્તિને નેસ્ત નાબૂદ કરવા ખાસ ડ્રાઇવ ચલાવી રહી છે જેના કારણે બુટલેગરોમાં ફફડાટ વધ્યો છે. જે અન્વયે ડીવાયએસપી કે. જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ સુલતાનપુર પીએસઆઈ કાકડીયા સહિતના સ્ટાફે નવાગામની સીમ વિસ્તારમાંથી કુલ 1,16, 388નો ઈંગ્લીશ દારૂ તથા બીયરનો જથ્થો ઝડપી પાડ્યો હતો સાથે મોબાઇલ ફોન મળી કુલ 1.26.388નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે નવાગામના બે આરોપીઓમા અશોક સરવૈયા અને રોહિત ઉર્ફે બકરી દિનેશભાઇ સરવૈયાને પકડી કાર્યવાહી શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *