ધોરાજી નજીકના સૂપેડી સ્થિત મુરલી મનોહર મંદિર ખાતે ગજાનન આશ્રમ દ્વારા ભવ્ય ધ્વજા આરોહણ કાર્યક્રમ યોજાયો હતો. પૌરાણિક કૃષ્ણ મંદિર ખાતે ભજન ભોજન અને ભક્તિના સમન્વયમાં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડયા હતાં. મુરલી મનોહર મંદિર ગામ સુપેડી ખાતે સર્વ મનોરથ પૂર્ણ કરનાર ધજાજીનો રમણીય દિવ્ય મનોરથ યોજાયો હતો.
દિવ્ય મનોરથમાં મંદિરના મહંત રવિદાસ બાપુ,ગજાનન આશ્રમ માલસરના ગુરુ વિજયભાઈ જોશી તેમજ કર્મકાંડી ભૂદેવો અને સેવકો દ્વારા પૂનમના પવિત્ર દિવસે શાસ્ત્રોક્ત મંત્રોચાર સાથે ધ્વજારોહણ, મહા આરતી, ઠાકોરજીને રાજભોગ તેમજ ભક્તિમય કાર્યક્રમો યોજાયા હતા. સાથોસાથ ઉપસ્થિત શ્રદ્ધાળુઓ અને યાત્રિકો માટે મહાપ્રસાદની પણ વ્યવસ્થા રાખવામાં આવી હતી.