જસદણના ભંડારિયા ગામે મહિલાએ ઝેર પી આપઘાત કરી લીધો

જસદણના ભંડારિયા ગામે વાડીમાં મહિલાએ ઝેરી દવા પી જતા તેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા જેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. ભંડારિયા ગામે રહેતા અસ્મિતાબેન ધર્મેશભાઇ મેતારિયા (ઉ.33) એ શનિવારે તેના ગામની સીમમાં તેની વાડીએ હતા ત્યારે ઝેરી દવા પી જતાં તેને વધુ સારવાર માટે રાજકોટની સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ હતી.

જેનું સારવાર દરમિયાન મોત નીપજતા હોસ્પિટલ ચોકીના પોલીસ સ્ટાફે પ્રાથમિક તપાસ હાથ ધરી હતી. પોલીસની પૂછતાછમાં મૃતક મહિલના પતિ ધર્મેશભાઇએ જણાવ્યું હતું કે, પોતાની માલિકીની જમીન શેઢા પાડોશીને વેચી હતી જેમાં તેને સોદા પેટાના 26 લાખ આપ્યા હતા અને ત્રણ વીઘા જમીન પરત આપી વધુ પૈસા આપવાની ના પાડતા અગાઉ જસદણ પોલીસમાં લેખિત ફરિયાદ પણ કરી હતી, પરંતુ આરોપી સામે કોઇ પગલાં ન લેવાતાં પગલું ભર્યં હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *