પડધરીમાં મહિલા મંડળે ગેરકાયદે ફેન્સિંગ કરી દબાણ ખડકી દીધાની રાવ

રાજકોટ નજીક આવેલા પડધરીમાં સાર્વજનિક પ્લોટની ખુલ્લી જમીનમાં મહિલા મંડળે ગેરકાયદે કબજો કરીને તેના પર ફેન્સિંગ કરી લીધી હોવાની ચોંકાવનારી રજૂઆત એ વિસ્તારની પારસ સોસાયટીના સભ્યોએ સાથે મળીને તાલુકા વિકાસ અધિકારીને કરી છે અને દબાણ હટાવવામાં આવે તેવી માગણી કરી છે. વધુમાં જણાવાયું છે કે પડધરી ગામના બીનખેતી રે.સ.નંબર 216 પૈકીની જમીન રહેણાંક હેતુ માટે મંજુર થઇ છે. જે પારસ સોસાયટી તરીકે ઓળખાય છે. જેમાં પ્લોટ નં.66 અને 67ની દક્ષિણ દિશાાએ સાર્વજનિક પ્લોટ આવેલો છે. જેમાં હાલ પડધેશ્વર મહાદેવ મંદિર આવેલું છે.

આ જમીન પૈકીની અમુક ખુલ્લી રહેતી જમીનમાં મહિલા મંડળ વતી તેમના આગેવાન મધુબેન મોહનભાઇ પરમાર વગેરેએ ગેરકાયદેસર તાર અને ફેન્સિંગ બાંધીને દબાણ ખડકી દીધું છે. આ જમીનનો સોસાયટીના રહીશો સાર્વજનિક ઉપયોગ કરતા હોય છે અને આ પ્લોટ પર ગેરકાયદે તાર બાંધી દેવાતાં આ સોસાયટીના 22 રહીશોએ ટીડીઓને લેખિત રજૂઆત કરીને આગળની કાર્યવાહી હાથ ધરવા માગણી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *