બંધ ટેન્કર પાછળ સ્કૂટર ઘૂસી જતાં ગેરેજ સંચાલકનું મોત

શહેરમાં જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બંધ ટેન્કર સાથે સ્કૂટર અથડાતાં ગેરેજ સંચાલકને ગંભીર ઇજા થતા તેનું મોત નીપજતા તેના પરિવારમાં શોક છવાયો છે. બનાવને પગલે પોલીસે કાર્યવાહી કરી હતી.પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ મોરબી રોડ પર સેટેલાઇટ ચોક પાસે રહેતા પ્રદીપભાઇ રાજેન્દ્રભાઇ પ્રજાપતિ (ઉ.27) તેનું સ્કૂટર લઇને જતો હતો ત્યારે માર્કેટિંગ યાર્ડ પાસે બંધ ટેન્કર સાથે અથડાતાં તેને માથામાં ગંભીર ઇજા થઇ હતી.

બનાવને પગલે જાણ થતા 108ની ટીમે પહોંચી યુવકને મૃત જાહેર કરતાં બી.ડિવિઝન પોલીસ મથકના જમાદાર હિતેશભાઇ જોગડા સહિતે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી હતી. પોલીસની તપાસમાં મૃતક યુવક બે ભાઇ એક બહેનમાં નાનો અને તેને સંતાનમાં એક પુત્ર હોવાનું પરિવારે જણાવ્યું હતું. પોલીસની વધુ પૂછતાછમાં પ્રદીપ માંડાડુંગર પાસે ગેરેજ ચલાવતો હોય કામ કરી ઘેર જતો હતો ત્યારે આ બનાવ બન્યાનું પ્રાથમિક તપાસમાં બહાર આવતા પોલીસે વધુ કાર્યવાહી કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *