નિફ્ટી 8 પોઈન્ટ ઘટ્યો, BSE સ્મોલકેપમાં 189 પોઈન્ટનો ઉછાળો

10મી ડિસેમ્બરે ફ્લેટ ટ્રેડિંગ રહ્યું હતું. સેન્સેક્સ 1 પોઈન્ટના ઉછાળા સાથે 81,510 પર બંધ થયો હતો. નિફ્ટીમાં 8 પોઈન્ટનો ઘટાડો નોંધાયો હતો, તે 24,610ના સ્તરે બંધ થયો હતો. તેમજ BSE સ્મોલકેપ 189 પોઈન્ટની તેજી સાથે 57,503 પર બંધ થયા હતો.

​​​​​​​સેન્સેક્સના 30 શેરોમાંથી 15માં તેજી અને 15માં ઘટાડો રહ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 27માં ઘટાડો અને 23માં તેજી રહી. NSE સેક્ટોરલ ઈન્ડેક્સમાં, નિફ્ટી રિયલ્ટી સેક્ટર સૌથી વધુ 1.43%ના વધારા સાથે બંધ થયું.

વિશાલ મેગા માર્ટ લિમિટેડ, વન મોબિક્વિક સિસ્ટમ્સ લિમિટેડ અને સાઈ લાઈફ સાયન્સ લિમિટેડની ઈનિશિયલ પબ્લિક ઓફર (IPO) આવતીકાલે એટલે કે 11મી ડિસેમ્બરે ખુલશે. રોકાણકારો ત્રણેય IPO માટે 13 ડિસેમ્બર સુધી બિડ કરી શકશે. કંપનીના શેર 18 ડિસેમ્બરે બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *