રાજકોટની સોનીબજારમાં આવેલી બંસીધર જ્વેલર્સ સાથે રૂ.2.56 કરોડની ઠગાઇ કરવાના ગુનામાં સંડોવાયેલા આરોપીએ ધરપકડથી બચવા અદાલતમાં કરેલી આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટે ફગાવી દીધી હતી.
આ કેસની વિગત એવી છે કે, રાજકોટના લક્ષ્મીવાડી મેઇન રોડ પર નરેન્દ્ર પેલેસ એપાર્ટમેન્ટમાં રહેતા આશીષ જાદવભાઇ નાંઢાએ પોલીસમાં ભગવતીપરામાં સુખસાગર સોસાયટીમાં અમૃતવિલા એપાર્ટમેન્ટમાં રહેતા ગૌરાંગદાસ તરુણદાસ અને સૌરભદાસ તરુણદાસનું નામ આપ્યું હતું અને કુલ 3816.840 ગ્રામ સોનું કિંમત રૂ.2,56,12,932નો ફરિયાદીએ આપેલ હતું તે લઇ જઇ પત્નીને દવાખાને લઇ જવાનું બહાનું લઇ બન્ને આરોપીઓ ઘરને તાળાં મારી નાસી છૂટ્યા હતા.
આ કેસમાં આરોપી ગૌરાંગદાસ તરુણદાસે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. જેમાં સરકાર પક્ષના વકીલ તથા ફરિયાદ પક્ષના વકીલ દિલીપ પટેલે કરેલી દલીલોના આધારે અદાલતે અવલોકન કર્યું હતું કે આરોપી ફરિયાદ નોંધાયા બાદ ફરાર છે.