મોરબીના ગાળા ગામ પાસે આવેલા શેડમાં હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને વેચી મારવાના કૌભાંડની તપાસની બાગડોર SMCએ સંભાળી છે અને તપાસનીશ અધિકારીએ જણાવ્યું હતું કે કૌભાંડ ઓગસ્ટથી ચાલતું હતું અને કોલસો ગાંધીધામથી આવતો અને રાજસ્થાનના ભીલવાડા જતો હતો.
કે.ટી. કામરિયાએ વધુમાં જણાવ્યું હતું કે ગાંધીધામની રોમેટ રિસોર્સિસ પ્રા.લિ. કંપની પીસીઆઇ નામનો ઉચ્ચ ક્વોલિટીનો કોલસો આયાત કરતી હતી અને તે રાજસ્થાનના ભીલવાડાની જિંદાલ લિમિટેડને વેચતી હતી. અહીંથી ભરાઇને નીકળતા ટ્રકનો ડ્રાઇવર કોલસા ચોરને ત્યાંથી નીકળ્યાની બાતમી આપતો અને તેને ટીપ દીઠ કૌભાંડકારો એક હજાર રૂપિયા આપતા અને જે કોલસાના ભાવ ટનના 14,000 રહેતા હતા તે કાઢી લઇ, તેમાં બીજો હલકી ગુણવત્તાનો કોલસો ભેળવીને બાદમા આ કોલસો 10,000માં વેચી મારતા હતા અને કૌભાંડિયાઓને ટન દીઠ 5,000 મળતા હતા. અને ટ્રકમાંથી જેટલો કોલસો ચોરતા એટલો જ બીજો હલકો કોલસો ઉમેરીને ટ્રકને ભીલવાડા રવાના કરી દેતા હતા.