ડો.બાબાસાહેબ આંબેડકરના 68 માં નિર્વાણદિન નિમિતે સમતા સૈનિક દળ ગુજરાત દ્વારા ગોંડલમાં સૌપ્રથમવાર મહારેલીનું આયોજન કરાયું હતું. જેમાં ડો.આંબેડકરની પ્રતિમાને શ્રધ્ધાસુમન અર્પણ કરાયા હતા. રેલી પૂર્ણ થયા બાદ કોલેજ ચોકમાં ઘમ્મ સભા યોજાઈ હતી.
સમતા સૈનિક દળ દ્વારા સવારે 9 કલાકે જેતપુર રોડ સાંઢીયાપુલ થી મહારેલી પ્રસ્થાન થઈ હતી જે ત્રણખુણીયા, જેલચોક, પાંજરાપોળ થઈ ભગવતપરા મેઇનરોડ, હોસ્પિટલ ચોક, સેન્ટ્રલ સિનેમા ચોક, માંડવીચોક, કડીયાલાઈન થઈ ડો.આંબેડકરની પ્રતિમાએ પહોંચી હતી અને ડો આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી અને ફુલહાર કરી શ્રધ્ધાસુમન અર્પણ કરાયું હતું ત્યાર બાદ ત્યાંથી ગુંદાળા દરવાજા, કૈલાશબાગ રોડ, બસસ્ટેન્ડ ચોક, પેલેસ રોડ થઇ કોલેજચોક પહોચી સંગ્રામસિંહ હાઈસ્કૂલનાં મેદાનમાં પહોંચી હતી અને ધમ્મસભાનું આયોજન કરાયુ હતું.
સમતા સૈનિક દળના ગુજરાત પ્રમુખ દિનેશભાઈ મકવાણાએ જણાવ્યું કે સમતા સૈનિક દળ ની સ્થાપના ડો.બાબાસાહેબ આંબેડકર દ્વારા કરાઇ હતી. શિક્ષિત, સંઘર્ષ અને સંગઠનનાં ત્રણ સુત્રો સાથે સમતા સૈનિક દળ દેશભરમાં ફેલાયું છે જે ડો.આંબેડકર ની વિચારધારાનો ફેલાવો કરી રહ્યુ છે. દિનેશભાઈ મકવાણા તથા સંચાલક, માર્ગદર્શક ભનુભાઇ ચૌહાણે જણાવ્યું કે સમતા સૈનિક દળ ની શરુઆત ગોંડલ થી થઇ છે.જે ગુજરાતભર માં પહોંચતી કરાશે. ધમ્મ સભામાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત લોકોને ડો. આંબેડકર ની વિચારધારા થી માહિતગાર કરવામાં આવ્યા હતા.