હોદ્દેદાર સાથેઝપાઝપી થઈ, પોલીસ ફરિયાદ ન કરી

વેસ્ટર્ન રેલવમાં માન્યતા પ્રાપ્ત યુનિયન માટેની ચૂંટણી 11 વર્ષ બાદ યોજાઈ રહી છે. ત્યારે રાજકોટમાં પણ કોઠી કમ્પાઉન્ડ ખાતે યુનિયનની ચૂંટણીની મતદાન પ્રક્રિયા ચાલી રહી છે. બુધવારે મતદાન પ્રક્રિયા દરમિયાન બે યુનિયનના હોદ્દેદારો વચ્ચે મતદાન મથકે મતદાર સાથે આવવા મુદ્દે માથાકૂટ થઇ હતી. માથાકૂટ બાદ મામલો ઝપાઝપી સુધી પહોંચી ગયો હતો અને યુનિયનના આગેવાન સાથે ફડાકાવાળી થઇ હોવાનું પણ જાણવા મળ્યું છે. જોકે આ મામલે હજુ સુધી કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી.

રેલવેમાં માન્યતા પ્રાપ્ત યુનિયન માટેની ચૂંટણી તા.6 ડિસેમ્બર સુધી ચલાવાની છે. આ ખાસ ચૂંટણીમાં રેલવેના તમામ નાના-મોટા કર્મચારીઓ મતદાન કરશે. જેમાં મહારાષ્ટ્ર નવનિર્માણ રેલવે કામદાર સેના, પશ્ચિમ રેલવે કર્મચારી પરિષદ, વેસ્ટર્ન રેલવે એમ્પ્લોય યુનિયન, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ, રેલ મજદૂર યુનિયન, સ્વતંત્ર રેલવે બહુજન કર્મચારી યુનિયન અને ઓલ ઇન્ડિયા રેલવે ટ્રેક મેન્ટેનર યુનિયન સહિતના જુદા-જુદા કુલ 7 યુનિયન વચ્ચે જંગ ચાલી રહ્યો છે. 11 ડિસેમ્બરના રોજ મતગણતરી બાદ પરિણામો જાહેર કરવામાં આવશે. ચૂંટણી દરમિયાન દરેક યુનિયન પોતાના જ યુનિયનને મત માટે તે માટે રેલવેના કર્મચારીઓને રિઝવતા હોય છે. કેટલાક હોદ્દેદારો મતદાન મથક સુધી પણ મતદારોને મૂકવા આવતા હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *