લાલપરીમાં કુખ્યાત બૂટલેગરની ધમાલ, માતા- પુત્ર પર હુમલો

શહેરમાં લાલપરીમાં રહેતા પરિવાર પર કુખ્યાત બૂટલેગર અને તેની ટોળકીએ ધોકા, હોકી સહિતના હથિયાર વડે ધસી આવી હુમલો કર્યો કરી મારી નાખવાની ધમકી આપી હતી. શખ્સથી ડરીને પરિવાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે જતા રહ્યા હતા.

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ આજી ડેમ ચોકડી પાસે શિવમ સાેસાયટીમાં રહેતા હિરેનભાઇ મહેશભાઇ ગરચરએ પ્રતિક દિલીપભાઇ ચંદારાણા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખ્સ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેને જણાવ્યું હતું કે, પિતાના અવસાન બાદ તેની માતા અને બે નાના ભાઇઓ સાથે રહીએ છીએ અને તેની સાથે તેની માતાએ અશોકભાઇ મહેતા સાથે કોર્ટમાં લગ્ન કરી લીધા હોય તે પણ સાથે રહેતા હોવાનું અને કારખાનામાં મજૂરીકામ કરી અમારું ગુજરાન ચલાવતા હોવાનું જણાવ્યું હતું.

દરમિયાન સાતેક માસ પહેલાં તેના પાડોશમાં રહેતા નરેશભાઇ ભાલિયાને મારકૂટ કરી હતી જે બાબતે નરેશભાઇના બનેવી અશોકભાઇએ પોલીસમાં ફરિયાદ કરી હતી. જે કેસમાં પ્રતિક જેલમાં ગયો હતો બાદમાં જેલમાંથી બહાર આવી અમારે કંઇ પણ લેવાદેવા ન હોય અમારી પાસે જેલમાં ગયાનો ખર્ચની માંગ કરતો હતો. અગાઉ પણ અમારા ઘેર ઝઘડો કરવા આવ્યો હતો જેથી અમે લાલપરી મફતિયાપરામાં રહેતા અમારા દાદા રમેશભાઇ ગરચરના ઘેર જતા રહ્યા હતા અને ત્યાં રોકાયા હતા. તા.4ના રોજ બુધવારે અમે રાત્રીના સુતા હતા ત્યારે મારા દાદાના ઘેર દરવાજો ખખડાવતા હોવાનો અવાજ આવતા મારા માતા અલ્પાબેન જાગીને અમને જગાડતા અમો બધા જાગીને ડેલી ખોલી બહાર નીકળતા શેરીમાં એક નંબર વગરની કારમાંથી પ્રતિક અને ત્રણ અજાણ્યા શખ્સે ઉતરી ઊભા હતા અને તેના હાથમાં હોકી, ધોકા હોય અમારી માતા પાસે આવી જેલ અને ઘરખર્ચના રૂપિયા તો તમારે આપવા છે કે નહીં જેથી માતાએ કહ્યું કે, વગર કારણના રૂપિયા અમે શું કામ આપી જેથી પ્રતિકે એકદમ ઉશ્કેરાઇ જઇ હોકી વડે મારવા દોડતા હિરેન વચ્ચે પડ્યો હતો જેથી મારકૂટ કરતાં તે પડી ગયો હતો અને તમે રૂપિયા નહીં આપો તો તમને શાંતિથી જીવવા નહીં દઉં અને તમારા ત્રણેય છોકરાને મારી નાખીશ કહી ધમકી આપી માતાને મારકૂટ કરી હતી જેથી મારા ભાઇઓ અને કાકા અશોકભાઇ પણ વચ્ચે પડ્યા હતા. દેકારો થતા લોકા બહાર આવતા પ્રતિક સહિતના નાસી ગયા હતા. માતા, પુત્રને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *