રાજકોટના ઓટોમોબાઈલ ઉદ્યોગને બૂસ્ટ મળશે

રાજકોટ ઓટોમોબાઈલનું હબ છે. ત્યારે રાજકોટના ઓટોમોબાઈલ ઉદ્યોગને બૂસ્ટ મળશે. દિલ્હીમાં વૈશ્વિક કક્ષાનું ઓટો મોબાઈલનું પ્રદર્શન યોજાશે. જેમાં રાજકોટ એન્જિનિયરિંગ એસોસિએશન માટે આખું પેવેલિયન ફાળવવામાં આવ્યું છે.જેમાં 100થી વધુ ઉદ્યોગકારો જોડાશે.રાજકોટના ઉદ્યોગકારો રાજકોટમાં બનતી ઓટો કોમ્પોનન્ટસ, ઓટો પાર્ટસ, એન્જિન સહિતની પ્રોડક્ટ રજૂ કરશે. આ એક્ઝિબિશનમાં વિશ્વભરમાંથી ઉદ્યોગપતિ અને મુલાકાતીઓ નિહાળવા માટે આવશે. ત્યારે રાજકોટના ઓટોમોબાઈલ ઉદ્યોગને બૂસ્ટ મળશે અને નવા ઓર્ડર મળવાની સંભાવના રાજકોટ એન્જિનિયરિંગ એસો.ના પ્રમુખ નરેન્દ્રભાઈ પાંચાણીએ વ્યક્ત કરી છે. દિલ્હી ખાતે 18થી 21 જાન્યુઆરી સુધી આ એક્ઝિબિશન યોજાશે.

રાજકોટ એન્જિનિયરિંગ એસો.ને જે પેવેલિયન ફાળવવામાં આવ્યું છે. તેનાથી રાજકોટના નાના ઉદ્યોગકારોથી લઈને મોટા ઉદ્યોગકારોને ફાયદો થશે. રાજકોટમાં હાલમાં ઓટોમોબાઈલ ક્ષેત્રમાં નાના બોલ્ટથી લઇને મોટી મોટી લક્ઝુરિયસ કારના પાર્ટસ અહીં બને છે. આ પાર્ટસ વિશ્વભરમાં જાય છે. જેને કારણે રાજકોટના ઓટોમોબાઈલ ક્ષેત્રના ઉદ્યોગકારોનું યોગદાન એક્સપોર્ટ ક્ષેત્રમાં પણ જોવા મળે છે.દિલ્હીના એક્ઝિબિશનમાં રાજકોટના ઉદ્યોગ જગત માટે જે જગ્યા ફાળવવામાં આવી છે તેમાં રાજકોટના ઉદ્યોગકારોની કોઠાસૂઝ, આવડત અને અનુભવ એ મહત્ત્વનું પરિબળ છે. આ એક્સ્પોથી ઓટોમોબાઈલ ઉદ્યોગમાં નવી રોજગારીનું સર્જન થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *