શહેરમાં કોઠારિયા રોડ પર આનંદનગર કોલોનીમાં રહેતા વૃદ્ધે તેના પટેલનગરમાં કારખાને ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા તેના પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. બનાવને પગલે ભક્તિનગર પોલીસે તપાસ કરતા વૃદ્ધે તેના એકના એક પુત્રનું અવસાન થયું હોય તેના વિયોગમાં આ પગલું ભરી લીધાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું હતું.
આનંદનગર કોલોનીમાં રહેતા અને 80 ફૂટ રોડ પર પટેલનગરમાં કારખાનું ચલાવતા હસમુખભાઇ કાંતિભાઇ અંબાસણા (ઉ.61) એ તેના કારખાનામાં છતના હૂકમાં દોરી બાંધી ગળાફાંસો ખાઇ લીધો હતો. બનાવને પગલે ગ્રાહક કારખાને આવતા હસમુખભાઇને લટકતી હાલતમાં જોઇ અન્ય લોકો એકઠા થઇ ગયા હતા અને જાણ કરતા તેના નાનાભાઇ દોડી આવ્યા હતા તેમજ 108ની ટીમે પહોંચી મૃત જાહેર કરતા ભક્તિનગર પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.