આટકોટ ગામથી કે. ડી. પરેવાડિયા હોસ્પિટલ સુધીની બંધ પડેલી સ્ટ્રિટ લાઈટ શરૂ કરવામાં આવતા મહિના દર્દીઓ તેમજ રાહદારીઓમાં આનંદની લાગણી ફેલાઈ ગઈ હતી. ચાર મહિનાથી બંધ પડેલી આ સ્ટેટ લાઈટ શરૂ કરવામાં આવતાં વાહન ચાલકોની યાતના ઓછી થવા પામી હતી.
રાજકોટ ભાવનગર હાઈવે પર વાહનોની સતત અવરજવર રહેતી હોય તેમ જ હોસ્પિટલેથી જવા આવવાવાળા લોકોને એક કિલોમીટર સુધીનો રસ્તો અંધારામાં પસાર કરવો પડતો હતો. આ સમસ્યાને થોડા સમય પહેલાં જ ઉજાગર થય હતી અને તેના પગલે તંત્ર સફાળું જાગ્યું હતું અને લોકોની મુશ્કેલી સમજી તાત્કાલિક ધોરણે આ સ્ટ્રીટ લાઇ્ટસ શરૂ કરવામાં આવી હતી.