દુષ્કર્મી સસ્પેન્ડેન્ડ GRD ગાર્ડ સામે ફરિયાદ

રાજકોટ શહેરના 150 ફૂટ રીંગ રોડ પર રહેતી 35 વર્ષીય ત્યકતા સાથે સસ્પેન્ડેડ GRD ગાર્ડ આશીષ રાવલ નામના શખ્સે લગ્નની લાલચ આપી અનેકવાર દુષ્કર્મ આચરી તેણીના ન્યૂડ ફોટા વાઇરલ કરી મારકૂટ કરતાં ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. આરોપીએ પોતે SOGમાં ફરજ બજાવતો હોવાની ઓળખ આપી અને પરીચય કેળવી કૃત્ય આચર્યું હોવાનો ભોગ બનનારે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે. હાલ બનાવ અંગે ગાંધીગ્રામ પોલીસે આરોપી વિરુદ્ધ દુષ્કર્મ અને આઈટી એક્ટ સહિતની કલમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આરોપીએ નંબર મેળવી પરિચય કેળવ્યો ફરિયાદીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્રી છે. તેણીના પતિ સાઉથ આફ્રિકા રહેતાં હતા અને બન્ને વચ્ચે મનમેળ ન રહેતાં બંનેએ વર્ષ 2015માં રાજીખુશીથી છૂટાછેડા લીધા હતાં. દોઢેક વર્ષ પહેલાં તેમના એક પરિચીત મહિલા તેમની પાસે આવી હતી અને તેમની સાથે આરોપી આશિષ રાવલ પણ આવ્યો હતો. જેણે તેની પત્નીએ ફ્રોડ કર્યાની વાત કરતાં ફરિયાદીએ આરોપીના પત્નીને ફોન કરી વાત કરી હતી. જે બાદ આરોપીએ તેની પત્નીના મોબાઈલમાંથી નંબર મેળવી મેસેજ કર્યા હતાં. જે બાદ બંને વચ્ચે પરિચય થયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *