બંગાળી કારીગરે 17.50 લાખના સોનાની કરી’તી ચોરી

રાજકોટના પ્રહલાદ મેઇન રોડ પર આવેલ ધાનક હાઉસમાં જી.કે.ડી. જવેલર્સમાં કામ કરતા બંગાળી કારીગરે પોતાને અને અન્ય કારીગરને દાગીના બનાવવા માટે આપવામાં આવેલ સોનામાંથી રૂ.17.50 લાખના સોનાની ચોરી કરવાનો બનાવ સામે આવ્યો છે. વેપારીએ સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરતા બંગાળી કારીગરનો ભાંડા ફોડ થતા પોલીસને જાણ કરતા એ ડીવીઝન પોલીસે ફરિયાદ નોંધી આરોપીને ઝડપી પાડી ધરપકડ કરી હતી.

દોઢેક વર્ષથી વેસ્ટ બેંગાલનો સાગર પાલીસનું કામ જ કરતો રાજકોટમાં યાજ્ઞિક રોડ પર જાગનાથ પ્લોટ શેરી નંબર 12 જાગનાથ મંદીરની પાછળ રહેતાં નીરજભાઇ ગીરીશભાઈ ધાનક (ઉ.વ.42) એ નોંધાવેલ ફરીયાદમાં આરોપી તરીકે સાગર હુસેન મીનરલનું નામ આપતાં એ. ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. ફરિયાદીએ જણાવ્યું હતું કે, તેઓને પ્રહલાદ મેઇન રોડ ઉપર આવેલ ગરબી ચોક પાસે ધાનક હાઉસમાં જી.કે.ડી. જેવલ્સ પ્રા.લી. નામનું સોના દાગીના બનાવવાનું કારખાનુ છે. તેમના કારખાનામાં આશરે 40 જેટલા કારીગરો કામ કરે છે. તેમના કારખાનામાં છેલ્લા દોઢેક વર્ષથી વેસ્ટ બેંગાલનો સાગર હુસેન મીનરલ એસ.કે સોનાના દાગીનાનું પાલીસનું કામ કાજ કરતો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *