મદદનીશ કેળવણી નિરીક્ષકની પરીક્ષાનો કાર્યક્રમ જાહેર

ગુજરાત રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રાથમિક શાળાઓમાં વર્ગ 3ના મદદનીશ કેળવણી નિરીક્ષક માટેની સ્પર્ધાત્મક પરીક્ષા 2024ના કાર્યક્રમને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. વર્ગ-3ના મદદનીશ કેળવણી નિરીક્ષકની 10 વર્ષ કરતા વધારે સમયથી મોટા ભાગની જગ્યાઓ ખાલી હતી. જેને લઈને ભરતીના નિયમો અપડેટ કરીને બઢતીથી ભરતી કરવાની જાહેરાત કરવામાં આવી છે.

જેમાં 3:1 પ્રમાણે ભરતી કરવામાં આવશે. લાંબા ગાળા બાદ આ પરીક્ષા યોજાવા જાઈ રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *