રાજ્યવ્યાપી બોગસ બિલિંગ કૌભાંડમાં રાજકોટ પોલીસે વધુ 7 આરોપીની ધરપકડ કરી

રાજ્યના ચકચારી GSTમાં બોગસ બિલ કૌભાંડ પ્રકરણનો રેલો રાજકોટ સુધી પહોંચ્યો હતો જેમાં બોગસ બિલિંગ કૌંભાડ અંગે મહેશ લાંગાની પેઢીનું વધુ એક કારસ્તાન સામે આવ્યું છે. રાજકોટ પોલીસ દ્વારા બોગસ બિલિંગ કૌંભાડ મામલે મોટી કાર્યવાહી કરી 14 જેટલી પેઢીઓ પર એકસાથે દરોડા કામગીરી હાથ ધરી છે, જેમાં ભાવનગર, જામનગર, અમદાવાદ, વેરાવળ, કડી, મહેસાણા, ગાંધીનગર, શાપર, રાજકોટ શહેરમાં અલગ-અલગ 4 સ્થળોનો સમાવેશ થાય છે. બોગસ પેઢી અને બોગસ બિલિંગના આધારે કરચોરી કરી સરકારને આર્થિક નુકશાન પહોંચાડનાર 5 આરોપીઓની ધરપકડ કર્યા બાદ વધુ 7 આરોપીની ધરપકડ કરી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પરમાર એન્ટરપ્રાઇઝ તેમજ અન્ય 14 મળી કુલ 15 પેઢી સામે ફરિયાદ નોંધી પોલીસે બે દિવસ પૂર્વે કુલ 5 આરોપી અમન નાશીરભાઈ કારાણી, અમન રફીકભાઇ બિનહરીશ, સૈયદ ઉર્ફે કાળું સારી, વિશાલ પરમાર અને પાર્થ પરમારની ધરપકડ કરી આઇ.પી.સી.કલમ 465, 467, 468, 471, 474, 420, 120(બી) ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં કોર્ટે આરોપીઓના 5 દિવસના રિમાન્ડ મંજુર કર્યા હતા જયારે આ જ ગુનાની તપાસ આગળ વધારતા પોલીસને વધુ સાત આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. જેમાં પોલીસે લખુભા નાનભા જાડેજા, શૈલેષ ઘનશ્યામ પટેલ, પાર્થ મનોજ રોજવાડીયા, ભેરુસિંહ શંકરસિંહ રાજપુત, મનીષ બળવંત જોબનપુત્રા, અલ્પેશ ગોબરભાઇ હિરપરા અને ફિરોઝ અબ્દુલ જુણેજાની ધરપકડ કરી છે. જેને કોર્ટમાં રિમાન્ડ અર્થે લઇ જવાતા કોર્ટે 30 નવેમ્બર 2024 સુધી એટલે કે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *