રાજકોટના નાના મવા રોડ પર સૂર્યનગર-4માં રહેતા જીજ્ઞેશભાઈ ભાવસિંગભાઈ પરમાર (ઉ.વ.50) નામના પ્રોઢે પંખામાં દુપટ્ટો બાંધી ગળાફાસો ખાઈ આપઘાત કરી લીધો હતો. બપોર સુધી તેઓ તેના રૂમમાથી નીચે ન આવતા નાના ભાઈ ઉપરના રૂમમા જોવા ગયા ત્યારે જીજ્ઞેશભાઈ લટકેલી હાલતમાં હતાં. બાદમાં 108ને જાણ કરતા 108ની ટીમે જોઇ તપાસી મૃત જાહેર કર્યા હતા. આ બનાવ અંગે માલવિયા નગર પોલીસને જાણ થતાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડી તપાસ હાથ ધરી છે.
પ્રાથમિક તપાસમાં આપઘાત કરનાર જીજ્ઞેશભાઈ બે ભાઈ અને એક બહેનમાં મોટા હતા. તેમની પત્ની હયાત નથી, તેમને સંતાન પણ નથી. હાલમાં તેઓને ગળાની તથા અન્ય બીમારી હોય જેથી કામે પણ જઈ શકતા ન હતા. તેની બીમારીથી કંટાળીને આ પગલુ ભરી લીધાનુ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું.