શહેરમાં કુવાડવા રોડ પર ચામુંડાનગરમાં રહેતા રિક્ષાચાલકને મોરબી રોડ પર ત્રણ શખ્સએ આંતરી પૈસાની માંગણી કરતા તેને પૈસા આપવાની ના પાડતા રૂપિયા તો તારે આપવા જ પડશે કહી લોખંડના પાઇપ વડે હુમલો કરતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરવાની કાર્યવાહી કરી છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ચામુંડાનગરમાં રહેતા રિક્ષાચાલક સંજયભાઇ શંકરદાસ અગ્રાવત તેના મોટા ભાઇ મગનભાઇને ઘેર મોરબી રોડ પર જય જવાન જય કિશાન મફતિયાપરામાં મુકવા જતા હતા ત્યારે રસ્તામાં મોરબી રોડ પર દીપક, તેનો ભાઇ હકો તેમજ સુનિલ મોતીદાસ ગૌસ્વામી સહિતનાઓ રિક્ષામાં ધસી આવી હું અને મારો ભાઇ રિક્ષામાંથી ઉતરતા દીપકે મારી પાસે આવી રૂપિયાની માગણી કરી હતી જેથી મેં તેને રૂપિયા આપવાની ના પાડતા ઝઘડો કરતા વગર વાંકે તને શેના રૂપિયા આપું તેમ કહેતા લોખંડના પાઇપ સાથે ત્રણેય શખ્સએ હુમલો કર્યો હતો અને રૂપિયા તો તારે આપવા જ પડશે કહેતા દેકારો થતા અન્ય લોકો એકઠા થઇ જતા તેઓ નાસી ગયા હોવાનું જણાવતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.